હળવદ તાલુકામા આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બાદ રોગચાળો ના વકરે તે માટે સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી - At This Time

હળવદ તાલુકામા આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બાદ રોગચાળો ના વકરે તે માટે સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી


ડીડીઓ પ્રજાપતી સાહેબ તથા CDHO ડૉ મેહતા સાહેબ ની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ના વકરે તે માટે THO ડૉ.ચિંતન દોશી ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય તેમજ સીટી વિસ્તારમા જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી કરવામાં આવેલ જેમાં ફીવર સર્વે ની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રો માં એબેટ નાખવું તેમજ આજુબાજુ વરસાદી પાણી ભરાયેલ નાકમાં પાત્રો સોધી તેનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડા માં બળેલ ઓઈલ નાખવું,દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા,કૂવા,નાની ખેત તલાવડી,વગેરેમાં પોરભક્ષક માછલી ઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવેલ જેથી મચ્છર નો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે તેમજ દૂષિત પાણી પીવાથી થતી બીમારીઓ વિશે ઘેર ઘેર સમજૂતી આપવામાં આવેલ તેમજ કલોરિન યુક્ત અને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપેલ તેમજ જરૂરિયાત વાળા વિસ્તાર માં ક્લોરિન ટેબ્લેટ નું વિતરણ હાથ ધરેલ. વધુમાં આ તકે THO હળવદ દ્વારા લોકોને અપીલ કરવામા આવે છે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો તાત્કાલિક નિકાલ કરવો અને નિયમિત ઉકાળેલું અથવા કલોરિન યુક્ત પાણી પીવુ આમ લોક સહકાર થકી બીમારીઓ થી સાવચેત બનીએ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.