મર્ડર કેસમાં કન્નડ અભિનેતા દર્શન સુધી પોલીસ કેવી રીતે પહોંચી?:4 લોકોએ સરેન્ડર કર્યું, પૈસા લીધાની કબૂલાત કરી, CCTVથી બાબતો સ્પષ્ટ થઈ
કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપા હાલમાં તેના ચાહકની હત્યાના આરોપમાં જેલના સળિયા પાછળ છે. 11 જૂનના રોજ, તેની ભૂતપૂર્વ કો-સ્ટાર પવિત્રા ગૌડાની મર્ડરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બંને ક્રાઈમ સીન છોડીને જતા જોવા મળતાં પોલીસને દર્શન અને પવિત્રા પર શંકા ગઈ હતી. 47 વર્ષીય અભિનેતા દર્શન કન્નડ સિનેમાનો જાણીતો ચહેરો છે. તેને 9 વખત બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. આવી સ્થિતિમાં હત્યાના આરોપમાં તેની ધરપકડ કરવી કર્ણાટક પોલીસ માટે સરળ કામ ન હતું. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ કેસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) એસ. ગિરીશ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ IPS અધિકારીએ કહ્યું, 'જો એસ ગિરીશ જેવા ઉત્તમ અધિકારી આ કેસમાં જોડાયા ન હોત તો સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. આટલા મોટા ફિલ્મ સ્ટાર પર હત્યાનો આરોપ લગાવવા માટે હિંમત જોઈએ. વિજયનગરના મદદનીશ પોલીસ કમિશનર ચંદન કુમાર અને પોલીસ કમિશનર બી. દયાનંદે પણ આ સમગ્ર મામલે એસ. ગિરીશની મદદ કરી હતી. એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'તમે ઘટનાની ક્રમ જુઓ. એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને ચાર લોકો ગુનો કબૂલવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મસમર્પણ કર્યું હતું. સ્ટેશન લેવલના અધિકારીઓએ તેનમી ઉપજાવી કાઢેલી વાત પર ભરોસો કરી લીધો અને અને કેસને બંધ કરવાની પણ વાત થઈ. ગિરીશને દાળમાં કંઈક કાળું લાગ્યું. તેમણે આત્મસમર્પણ કરનારા ચાર લોકોના નિવેદનો વાંચ્યા, જેમાં સુસંગતતા જોવા મળી ન હતી. આ રીતે પોલીસ દર્શનના નજીકના મિત્ર વિનય સુધી પહોંચી હતી
આ પછી ડીસીપી ગિરીશે તેમની ટીમ સાથે ચારેયની કડક પૂછપરછ કરી. મૃતક રેણુકાસ્વામી સાથે તેને કોઈ લેવાદેવા ન હોવાનું બહાર આવ્યું હતું. તેને જેલમાં જવા માટે પૈસા આપવામાં આવ્યા હતા.ડીસીપી ગિરીશના મનમાં આગળનો પ્રશ્ન એ હતો કે આ ચાર લોકોને પૈસા કોણે આપ્યા? પૂછપરછ દરમિયાન ચારેય છોકરાઓએ રેસ્ટોરન્ટના માલિક વિનય વી.નું નામ લીધું હતું. કોઈ પણ સમય બગાડ્યા વિના, પોલીસે વિનયને પકડી લીધો અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે વિનય અભિનેતા દર્શનની નજીક છે. વિનય જણાવે છે કે તેને દર્શને મૃત રેણુકાસ્વામીનું અપહરણ કરવા અને ત્રાસ આપવાનું કહ્યું હતું. વિનયે જણાવ્યું કે રેણુકાસ્વામીનું અપહરણ કરીને આર.આર. નગરના એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. વિનયે એ પણ જણાવ્યું કે દર્શન રેણુકાસ્વામીની એવી કેટલીક સોશિયલ મીડિયા ટિપ્પણીઓથી નારાજ હતો જે તેણે દર્શનની ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડા વિરુદ્ધ કરી હતી. રેણુકાસ્વામીને ત્રાસ આપનારાઓમાં વિનયે પવિત્રાનું નામ પણ લીધું હતું. આ પછી પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા જેમાં રેણુકાસ્વામીની હત્યા કર્યા બાદ જ્યાં મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો તેની આસપાસ દર્શન તેની જીપમાં જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'દર્શન વિરુદ્ધ આટલા મજબૂત પુરાવા મળ્યા બાદ તેની ધરપકડ કરવાનું બાકી હતું. બધાને લાગતું હતું કે તેના સ્ટારડમ અને નેતાઓ સાથેની નિકટતાના કારણે પોલીસ માટે આવું કરવું શક્ય નહીં બને, પરંતુ ગિરીશે આ વાત ખોટી સાબિત કરી. ધરપકડ બાદ દર્શન 3 કરોડની કારમાં પોલીસ સ્ટેશન જવા માગતો હતો.
11 જૂનના રોજ એસીપી ચંદન કુમાર અને તેમની ટીમે મૈસુરની હોટેલમાં દરોડો પાડ્યો હતો જ્યાં દર્શન રોકાયો હતો. દર્શન હોટલના જીમમાં મળ્યો, જ્યાં પોલીસ અધિકારીએ તેને તેની સાથે આવવા કહ્યું. 3 કરોડની કિંમતની દર્શનની લેન્ડ રોવર હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. દર્શને પોલીસને કહ્યું કે તમે બધા જીપમાં જાવ, હું મારી કારમાં પોલીસ સ્ટેશન પહોંચી જઈશ. જોકે, તેની ધરપકડ બાદ પોલીસ દર્શનને જીપમાં બેંગલુરુ લઈ આવી હતી. ટીવી ચેનલો પર એ સમાચાર વહેતા થયા કે, રેણુકાસ્વામીની હત્યા કેસમાં દર્શનની ધરપકડ કરવામાં આવી છે. આ પછી પવિત્રાની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેમને 12 જૂને ગુનાના સ્થળે લઈ ગઈ, કલાકો સુધી પૂછપરછ કરી
11 જૂનના રોજ થૂગુદીપા અને પવિત્રાની ધરપકડ કર્યા પછી, બેંગલુરુ પોલીસ બંનેને આર.આર. નગરના એક જ ગોડાઉનમાં લઈ ગઈ જ્યાં 12 જૂને તેમના ચાહક રેણુકાસ્વામીની હત્યા કરવામાં આવી હતી. ઘટના સ્થળે બંનેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ટાંકીને જણાવ્યું હતું કે અપહરણ કર્યા બાદ ચાહક રેણુકાસ્વામીને બેલ્ટ અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તેને ઉપાડીને દીવાલ સાથે અફળાવવામા આવ્યો હતો. લગભગ એક કલાક સુધી કરાયેલા ટોર્ચરમાં રેણુકાસ્વામીને ગંભીર ઈજાઓ થઈ અને તેમનું મૃત્યુ થયું. રેણુકાસ્વામીની હત્યા શા માટે કરવામાં આવી?
મૃતક રેણુકાસ્વામી અભિનેતા દર્શનના ચાહક હતા. જાન્યુઆરી 2024માં, કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાએ દર્શન સાથે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. આ કારણે તેમના સંબંધો વિવાદમાં આવ્યા હતા, કારણ કે દર્શન પહેલાથી જ પરિણીત હતો. રેણુકાસ્વામી આ સમાચારથી ખૂબ ગુસ્સે થયા. તે પવિત્રાને દર્શનથી દૂર રહેવા માટે સતત મેસેજ કરી રહ્યો હતો. શરૂઆતમાં પવિત્રાએ તેના સંદેશાઓની અવગણના કરી હતી, પરંતુ બાદમાં રેણુકાસ્વામીએ વાંધાજનક સંદેશા મોકલવા અને તેને ધમકી આપવાનું શરૂ કર્યું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પવિત્રાએ દર્શનને રેણુકાની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. તેને સજા કરવા કહ્યું. બેંગલુરુ પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે, હત્યાની જવાબદારી લેવા માટે દર્શને તેના ત્રણ સહયોગીઓને 15 લાખ રૂપિયાની ઓફર કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.