સ્વચ્છતા ઝુંબેશ દરેક વ્યક્તિની ટેવ બની જાય તે ઇચ્છનીય છે : કલેક્ટર પ્રવીણ ચૌધરી - At This Time

સ્વચ્છતા ઝુંબેશ દરેક વ્યક્તિની ટેવ બની જાય તે ઇચ્છનીય છે : કલેક્ટર પ્રવીણ ચૌધરી


જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના
અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ
ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ
સમિતિની બેઠક મળી હતી. આ
બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય
દંડકશ્રી અને બોરસદ વિધાનસભાના
ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી તથા
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ
પટેલ એ ઉપસ્થિત રહીને જનતાના
પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત
કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં
કલેક્ટરશ્રીએ સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ
દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને
અગત્યતા સાથે હલ કરવા ઉપરાંત
તેમના તરફથી મળેલા પત્રોના પ્રત્યુત્તર
તેમને સમયમર્યાદામાં મળે તે જોવા
જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્વચ્છતા
ઝુંબેશને દરેક વ્યક્તિની ટેવ બનાવવા
તેમજ જિલ્લાવાસીઓને સ્વચ્છતા
ઝુંબેશમાં સહભાગી બનવા અપીલ કરી
હતી. કલેક્ટરશ્રી ચૌધરીએ જિલ્લામાં
દિવાળીના તહેવાર દરમિયાન પરવાના
વગર કોઇ ફટાકડાના સ્ટોલ શરૂ કરી
શકશેનહીં તેમ જણાવી લોકોના સ્વાસ્થ્ય
સાથે ચેડા કરતા ખાણીપીણીના સ્ટોલ્સ-
દુકાનોની ખાદ્યસામગ્રીની નિયમિત
તપાસ કરાવા સંબંધિતોનેસુચના આપી
હતી. આ ઉપરાંત જિલ્લામાં પ્રતિબંધિત
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય
તેજોવા અનુરોધ કર્યો હતો.
આ તકે નિવાસી અધિક કલેક્ટરશ્રી
આર.એસ.દેસાઈએ નિવૃત થતા
કર્મચારીઓના કિસ્સામાં સંવેદનશીલ
અભિગમ સાથે તેમનેમળનાર તમામ
લાભો સત્વરે મળે તે જોવા અનુરોધ
કરી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા”
અભિયાનનેવધુવેગવંતુબનાવવા સુચના
આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ
અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા
પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણકુમાર, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી
જે.વી. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ
તેમજ અમલીકરણ અધિકારીશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા. સંકલનની બેઠક
બાદ જિલ્લા માર્ગ સલામતી કાઉન્સીલ
તથા કાયદો અનેવ્યવસ્થા અંગેની બેઠક
મળી હતી. આ બેઠલમાં કલેક્ટરશ્રીએ
દિવાળીના તહેવાર દરમિયાન જિલ્લામાં
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે
અંગે સંબંધિતોને સુચનો-માર્ગદર્શન
આપ્યું હતું. આ બેઠકમાં પોલીસ
અધિકારીશ્રીઓ, આર.ટી.ઓ. અધિકારી
અનેસબંધિત અધિકારીઓએ ઉપસ્થિત
રહ્યા હતા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.