ગણતરીની કલાકોમાં જ ચાલુ રીક્ષામાથી પડી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૧૭/૦૭/૨૦૨૪ના બપોરના ક.૧૪/૧૫ થી ક.૧૪/૩૦ વાગ્યાના અરસામાં અરજદાર બોટાદ બસ સ્ટેશન થી રીક્ષામા બેસી ટાવર રોડ જતા હતા ત્યારે પોતાનો OPPO કંપનીનો મોબાઈલ ચાલુ રીક્ષામાથી રસ્તા પર ક્યાંક પડી ગયેલ. ત્યારબાદ મોબાઈલની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજી.નં. GJ-23-Z-3704 શોધી ટેકનિકલ એનાલિસિસથી ગણતરીની કલાકોમાં જ મોબાઈલ શોધી કાઢી અરજદારને મોબાઈલ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.
રીપોર્ટર: અશરફ જાગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.