રાજકોટની મહિલા કોન્સ્ટેબલે અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી, કહ્યું: પુત્રીને અળગી રાખી ન શકાય
એક માતા બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે, આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષની દીકરીને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે, તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમનાં રોજિંદાં કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસરાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટનાં આ મહિલા કોન્સ્ટેબલ અરુણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યાં છે, જે ખરેખર ખૂબ જ ગર્વની વાત છે. પોલીસકર્મી અરુણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કૂલમાં મૂકવામાં આવી છે, જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવું છું. ત્યારે અરુણાબેને જણાવ્યું હતું કે ઘરમાં હું અને મારો પતિ અને અમારું અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.