આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર આધોઈ 3 ના વિસ્તારની શ્રી સરકારી માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું. - At This Time

આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર આધોઈ 3 ના વિસ્તારની શ્રી સરકારી માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી. આધોઈ મેડિકલ ઓફિસર ડો. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. આધોઈ ની શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલબેન, એ. એન. એમ. રશ્મિબેન, મ.પ.હે.વ. સંજયભાઈ, ભાવેશભાઈ તેમજ તમામ સ્ટાફ ગણ અને આશા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને 10 અને 16 વર્ષ દરમિયાન લેવાનીટીડી વેક્સિન વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફારો વિશે, આરોગ્ય લક્ષી જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સંજયભાઈ, ભાવેશભાઈ દ્વારા ચાંદીપુરા વાયરસ વિશે તેમજ વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વકૃત્વ સ્પર્ધામાં આરોગ્ય લક્ષી જીવનશૈલી, પોષણ, અને વ્યસન મુક્તિ જેવા વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓના વજન ઊંચાઈ અને એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા અને વકૃતવ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતું,અને પહેલો, બીજો, તીજો નંબર આવનાર ને ઈનામ માં સ્કુલ બેગ, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ ,લંચ બોક્સ, ડોમ્સકિટ ,કંપાસ, એક્ઝામ પાઉચ, વોટરકલર, એક્ઝામ પેડ , અને ફુલ સ્કેપ ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ દરેક ભાગ લીધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી હતી આ સ્પર્ધામાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર આધોઈ 3 ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.