કડાણા તાલુકાના ખાનગી વાહનોમાં જાનના જોખમે અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ
લુણાવાડાના મલેકપુર મા આસપાસના વિસ્તારના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપડાઉન કરતા હોય છે. જેમા કડાણા તાલુકાના ભાગલીયા, તાતરોલી, આટલવાડા, માલામહુડી ગામોના અંદાજે 150 જેટલા બાળકો મલેકપુર અભ્યાસ માટે આવે છે. સવારે અને સાંજે શાળા સમય દરમ્યાન એસ. ટી. બસ ની સુવિધા આ વિસ્તારમા ન હોવાના કારણે બાળકોને મજબુરી વશ છોટા હાથી, છકડા રીક્ષા, પેસેન્જર જીપ જેવા ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે. સવારે શાળાનો સમય સાચવવા અને સાજે વહેલા ઘરે પરત ફરવા બાળકો જે વાહન મળે તેમા બેસી સમયસર નિયત સ્થળે પહોચવાની લહાયમા જોખમી મુસાફરી કરવા મજબુર થવુ પડતુ હોય છે. જયારે ખાનગી વાહન ચાલકો પણ વાહનની કેપેસીટી કરતા વધુ બાળકોને બેસાડતા હોય જે કયારેક ગંભીર અકસ્માત સજૉય તો જીવલેણ સાબિત થવાની ભીતી સેવાઈ રહેલ છે. ખાનગી વાહન માલીકો માટે રોજગારીનો સવાલ હોય તો પણ કોઈના કુળદિપક ના ભોગે તો ન જ હોઈ શકે. આ બાબતે ભાગલીયા ગ્રામ પંચાયત ના ડે. સરપંચ જાકીરભાઈ પઠાણે એસ. ટી. નિયામક, ગોધરા અને લુણાવાડા એસ. ટી. ડેપોને આ વિસ્તારમા શાળા સમય દરમ્યાન બસ શરૂ કરવા એક વષૅ અગાઉ કરેલ લેખીત રજુઆત પણ નિરથૅક નીવડેલ છે. તો આ વિસ્તારમા શાળા સમય દરમ્યાન એસ. ટી. બસ શરૂ કરવામાં આવે તેવી અભ્યાસ કરતા બાળકો અને વાલીઓની ઉગ્ર માગ છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.