માળીયા હાટીના સીટીસર્વે ઓફિસ ખંઢેર જેવી હાલત માં હોવાથી સીટીસર્વે ઓફિસ ભગવાન ભરોસે
ગતિ શીલ ગુજરાત માં વંદે વિકાસ યાત્રા નામે વિકાસ સ્થિતિ નામે ખાલી ભાષણ
સરકાર વિકાસના નામે વાત કરે પણ માળીયા હાટીના માં સીટી સર્વે ઓફિસમાં નથી પંખા, નથી લાઈટ ,નથી કોમ્યુટર, નથી ખુરશી વાહરે સરકાર વાહ આ છે ગુજરાત સરકારનો વિકાસ
માળીયા હાટીના સીટી સર્વે ઓફિસના અધિકારીએ જૂનાગઢ જીલ્લા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ ની કચેરીને લેખિત જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ ધોર નિંદ્રામાં
માળીયા હાટીના સીટી સર્વે ઓફિસની બાજુમાં માળીયા હાટીના મામલતદાર ઓફિસ મામલતદાર બેઠા, તાલુકા પંચાયત ઓફીસ માં તાલુકા વિકાસ અધિકારીઓ બેઠા અને આ બંને ઓફિસમાં સતત રાજકીય આગેવાનો કામ માટે આવતા જતા હોય શુ તેમને માળીયા હાટીના સિટીની ઓફિસ કામગીરી ધ્યાનમાં કેમ નથી આવતી? તેવું પણ જનતા માંથી શૂર ઉઠ્યો છે
માળીયા હાટીના તાલુકાની પ્રજા સીટી સર્વે ઓફીસના કામને લઈ પ્રજા પીડાતા આપ આગેવાન પિયુષ પરમાર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી
માળીયા હાટીનાની સિટી સર્વે ઓફિસ છેલ્લા ઘણા સમયથી ખુબજ બિસ્માર હાલતમાં છે
આ સિટી સર્વે ઓફિસમાં પૂરતી સુવિધા નહોવાથી જેમકે લાઈટનું મીટર હોવા છતાં લાઇટ કે પંખા કે નથી સીટી સર્વે ઓફિસના કામ કાજ કરવા માટે કર્મચારી માટે સારા ટેબલ,કે ખુરશી નહોવાથી અધિકારી બહાર છાપરા નીચે આજુબાજુ માંથી બેસવા માટે ટેબલ માંગી અધિકારી કામ કરેછે જ્યાં અધિકારી ઓટા પર બેસે ત્યાં આજુ બાજુ માં ગંદકી પણ દેખાઈ રહી છે
આ ઓફિસમાં અરજદાર માટે તો કોઈ પણ જાત ની સુવિધા નથી દર ગુરુવારે આ ઓફિસ ચાલુ હોય છે પણ આ ઓફીસ માં રેકોર્ડ રાખવા માટે સારો કબાટ પણ નથી આ ઓફિસમાં વર્ષો જૂનું રેકોર્ડ છે હાલ આ રેકોર્ડ પસ્તીની જેમ સાવ ભંગાર હાલતમાં જોવા મળે છે આ રેકોર્ડ સાચવાની જવાબદારી કોની? આ બાબતે તંત્ર ક્યારે જાગશે?
આ અંગે જૂનાગઢ જીલ્લા ની વડાકચેરી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ ની કચેરી એ પણ અનેક વખત માળીયા હાટીના સીટી સર્વેના અધિકારી એ રજૂઆતો કરેલ છે પણ તંત્ર ધોર નિદ્રામાં ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે અધિકારોઓ દ્વારા કઈ ધ્યાન દેવામાં આવતું નથી આગામી દિવસોમાં જૂનાગઢ જીલ્લા ની વડાકચેરી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ ની કચેરીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક માળીયા હાટીના સીટી સર્વે કચેરીનું સુવિધા યુક્ત નવું બિલ્ડીંગ નહિ બનાવવામાં આવેતો મિલકત નું બધુજ અગત્ય નું રેકોર્ડ વેર વિખેર થઈ જસે તેની સંપૂર્ણ જવાબદારી જૂનાગઢ જીલ્લા ની વડાકચેરી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ ની કચેરીના અધિકારી રહેશે
આ બિલ્ડીંગ નું રીનોવેશન છેલ્લે કાયરે કરવામાં આવ્યું? જો છેલ્લા એક બે વર્ષમાં કરવામાં આવ્યું હોય તો ક્યાં કોન્ટ્રકટર દ્વારા કરવામાં આવ્યું શુ તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હશે. પ્રજાના રૂપિયા પગાર લેતા અધિકારી સામે સરકાર કોઈ પગલાં લેશે
અમારા પત્રકાર ટેલીફોનિક દ્વારા જૂનાગઢ સીટી સર્વેના સિનિયર સર્વે કેશવાલા ને પ્રશ્ન પૂછતાં એમને આર એમ ડી વિભાગ ના અધિકરી ને જાણ કરી તેવું કહ્યું અમારા પત્રકાર દ્વારા આર એમડી વિભાગ ની માહિતી હતી પણ તંત્ર અધિકારી પાસે જવાબ નહતો નીચે થી ઉપર સુધીના અધિકારી ઓ એ એક બીજાને ખો આપી તેવું સામે આવતા ત્યાં આવેલા અરજદારો નેતાઓ સામે અધિકારીઓ સામે લાલઘૂમ થઈ ગયા હતા
આગામી દિવસો માં જૂનાગઢ જીલ્લા ની વડાકચેરી સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનું બિલ્ડીંગ કામ કરવામાં નહિ આવે તો આપ આગેવાન પિયુષ પરમાર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની કરવાની ચીમકી અધિકારીઓને આપી
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.