મહુવા તાલુકામાં આવેલ સરદાર પટેલ વસાહત બ્લોક નંબર 42 નો ત્રીજો માળ ધસી પડ્યો સદનસીબે કોઈ જાનહાની નથી થય
(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)
મહુવા તાલુકામાં આવેલ સરદાર પટેલ વસાહત બ્લોક નંબર 42 નો ત્રીજો માળ ધસી પડ્યો સદનસીબે કોઈ જાનહાની નથી થય
મહુવા શહેરમાં બાવળિયા હનુમાન મંદિરની બાજુમાં આવેલી સરદાર પટેલ વસાહત યોજનામાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ સ્લમ ક્લીયરન્સ યોજના હેઠળ બનાવવામાં આવેલી 50-60 વર્ષ જૂની ઈમારતનો ત્રીજો માળ મોટા ધડાકા સાથે ધરાશાયી થયો હતો
આ ઘટના સમયે ઈમારત સદનસીબે ખાલી હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. જોકે, ઈમારતના કાટમાળની નીચે એક સ્કૂટર દટાઈ જવાથી તેને નુકસાન થયું હતું. પથ્થર અને જૂના જમાનાના ચૂનાના ચણતરથી બનાવવામાં આવેલી આ ઈમારત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી
સ્થાનિક રહીશોએ આ ઈમારતના રિનોવેશન માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી. મહુવા શહેરમાં આવી કુલ ચાર સ્લમ ક્લીયરન્સ યોજનાઓ આવેલી છે, જે તમામ હાલમાં જર્જરિત સ્થિતિમાં છે. આ યોજનાઓમાં હજારોની સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે અને તેમની દેખરેખ તથા જાળવણીની જવાબદારી નગરપાલિકાની છે.
આ ઘટનાએ શહેરમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે અને અન્ય જર્જરિત ઈમારતોની સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માગ ઉઠી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
