નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ એન.ડી.દેસાઈ હોસ્પિટલ કિડની હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ એન.ડી.દેસાઈ હોસ્પિટલ કિડની હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું...
કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ એન.ડી.દેસાઈ હોસ્પિટલ કિડની હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મુલાકાત લઈ કોવિડ -19 તૈયારીઓ અંતર્ગત ઑક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ, ઑક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ, આઇસોલેશન વોર્ડ ખાતે ઉપલબ્ધ બેડ, ટેસ્ટિંગની સુવિધા, દવાઓ અને અન્ય ઉપલબ્ધ સુવિધા અંગેની જાણકારી મેળવી અને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા...
સાથે ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવા અને જેને પણ વેક્સીનેશનનો ત્રીજો ડોઝ બાકી હોય તેઓને સત્વરે બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી...
જિલ્લા આરોગ્ય તંત્રના ડો.ધ્રુવેશભાઈ - CDHO ખેડા, ડો. કિન્નરીબેન - મેડિકલ ઓફિસર ટ્રેનિંગ સેન્ટર, ડો.અલ્પેશભાઈ, THO ડો.વિપુલભાઈ અમીન, હોસ્પિટલના ડોક્ટર્સ, ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.