ઝાલાવાડમાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો ચમકારો છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ પારો ૪ ડિગ્રી ગગડ્યો લઘુતમ તાપમાનનો પારો ૧૫.૮ ડિગ્રી
ઝાલાવાડમાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો ચમકારો છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ પારો ૪ ડિગ્રી ગગડ્યો લઘુતમ તાપમાનનો પારો ૧૫.૮ ડિગ્રી
ઝાલાવાડ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા લીમડી ચુડા સાયલા તેમજ આજુ બાજુના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસના તાપમાનની વાત કરીએ તો ઠંડીનો પારો પાંચ દિવસમાં ૪ ડીગ્રી નીચે ગયો છે. તા. ૧૮મી નવેમ્બરના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૧૯.૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૪.૩ ડીગ્રી નોંધાયુ હતુ. જયારે તા. ૨૨ નવેમ્બરને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૫ ડીગ્રી નોંધાયુ છે. આમ ૫ દિવસમાં ઠંડીનો પારો ૪ ડીગ્રી નીચે ગયો છે. બીજી તરફ હજુ પણ બપોરના સમયે સુર્યનારાયણ આકરો તાપ વરસાવી રહ્યા છે. શુક્રવારે પણ બપોરના સમયે ગરમીનો પારો ૩૨.૫ ડીગ્રી નોંધાયો છે. આમ, ગરમી અને ઠંડીના પારા વચ્ચે ૧૬.૭ ડીગ્રીનું અંતર જોવા મળે છે. એટલે જ ઝાલાવાડવાસીઓ ભરશિયાળે ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.