જેસાવાડા પોલીસે વડોદરા તાલુકા પોલીસ મથકના ઘરફોડ ચોરી ના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.
જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ.રામી,એ.એસ.આઇ. સીરાજ અબ્દુલ્લા તથા જેસાવાડા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે વડોદરા તાલુકા પોલીસ મથકના ઘરફોડ ચોરી ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મીનામા હેમરાજભાઇ ઉર્ફે હિંમતો રાજુભાઇ માતવા હોળી ફળીયુ તા. ગરબાડા જી.દાહોદ જેસાવાડા બજારમા આવનાર હોવાની બાતમી આધારે જેસાવાડા બજારમાં ચીલાકોટા રોડ પર વોચમાં હતા તે દરમ્યાન આરોપી હેમરાજ ને આવતા કોર્ડન કરી ઝડપી પાડી પો.સ્ટે. લાવી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.