ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-૨૦૨૪ ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા પખવાડિયું” કાર્યક્રમ યોજાયો
અંજાર: ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-૨૦૨૪ ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી "સ્વચ્છતા પખવાડિયું" ઉજવવાનું હોય તેના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. તે સંદર્ભે શહેરીજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે પ્રચાર પ્રસારના ભાગરૂપે એક વિશાળ સ્વચ્છતા રેલી અંજાર પાંજરાપોળ, ગંગા નાકાથી નીકળી હતી. જેને ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાર મીટર રોડ પરથી પસાર થઈ શ્રી કે. કે. એમ. એસ.ગર્લ્સ હાઇસ્કુલ મધ્યે પહોંચી હતી.
આ રેલીને સંબોધતા ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ શરૂ કરેલ સ્વચ્છતા અભિયાન ના અનેક શુભ પરિણામો જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે તેમાં જોડાઈ શહેરને સ્વચ્છ રાખવા પ્રતિબંધ થઈએ.
કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી એ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકની ફરજ છે કે સ્વચ્છતા જાળવવી ત્યારે આપણે સૌ અંજાર વાસીઓએ સ્વચ્છતા જાળવવાના નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે સ્વચ્છતા ના લાભો વર્ણવ્યા હતા.
શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા એ સૌને સ્વચ્છતા ના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા એ અને આભાર વિધિ નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરિ એમ. ગોસ્વામી એ કરી હતી.
જેમાં ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનિભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરિ ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી લિલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલર શ્રી અમરીશભાઈ કંદોઈ, શ્રી બહાદુરસિંહ જાડેજા, ડાયાલાલભાઈ મઢવી, શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, શ્રીમતી ઇલાબેન ચાવડા , શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા, શ્રી ક્રિપાલસિંહ રાણા, શ્રી અશ્વિનભાઈ પંડ્યા, શ્રી પ્રકાશભાઈ કોડરાણી, શ્રી મોનિકાબેન લોચાણી, શ્રી ધનુબેન ગઢવી, નઝમાબેન બાયડ, સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના આચાર્ય શ્રી હરેશભાઈ દરજી, પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણાની સુચના અનુસાર આ રેલીને સફળ બનાવવાનીની કામગીરી ઓફિસ સુપ્રીટેન્ડન્ટ શ્રી ખીમજીભાઇ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ જીતેન્દ્રભાઈ જોશી, તેજપાલભાઈ લોચાણી, વિનોદભાઈ શામળીયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.