ગઢડા તાલુકાની સિંચાઇ પેટા વિભાગની કચેરીનું મકાન અત્યંત ખરાબ હાલતમાં - At This Time

ગઢડા તાલુકાની સિંચાઇ પેટા વિભાગની કચેરીનું મકાન અત્યંત ખરાબ હાલતમાં


ગઢડા તાલુકાની સિંચાઇ પેટા વિભાગની કચેરીનું મકાન અત્યંત ખરાબ હાલતમાં

બોટાદ જિલ્લાનાં ગઢડા શહેરમા આવેલી નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ પેટા વિભાગની કચેરીનુ મકાન ખૂબજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે તસ્વીર પર થી સ્પષ્ટ દેખાય આવે છે. આ સરકારી કચેરીમાં પાણી તપકવાની સમસ્યા, છત પરથી ગાબડાં પડવાની સમસ્યા, જેવી અનેક ગંભીર સમસ્યા ઓથી ઘેરાયેલી છે કે જેના ભય ઓથાર નીચે સરકારી અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. વળી ગઢડા અને ગ્રામ્યવિસ્તારો માંથી મોટી સંખ્યામાં અરજદારો, લોકો, આગેવાનો, ખેડૂતો પોતાના વહીવટી કામ અર્થે આ કચેરી ખાતે આવતા હોય છે. પરંતુ આ સરકારી કચેરીમાં આવતાં અરજદારો સતત ભીતિ સેવી રહ્યાં છે. વહેલી તકે ગઢડામાં સિંચાઇ વિભાગની કચેરીઓ તમામ સુવિધાઓ સાથે નવી બનાવામાં આવે તેવી ખેડૂતો અને અરજદારોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.