એમ્સ હોસ્પિટલમાં થયું દેહદાન - At This Time

એમ્સ હોસ્પિટલમાં થયું દેહદાન


એમ્સ હોસ્પિટલમાં થયું દેહદાન

રાજકોટ આચકી આવતા મૃત્યુ પામનાર અશોકભાઇ સેજપાલ નું દેહદાન કરાયું ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ટ બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે.શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે.અશોકભાઇ હરખચંદભાઈ સેજપાલ ઉ.વ 66 આચકી આવતા. સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ ડોક્ટરોની ટીમે મૃત જાહેર કર્યા હતા જેથી તેમના પરિવારની અને જયેશભાઈ હરખચંદભાઈ સેજપાલ અને રાજેન્દ્રભાઈ હરખચંદભાઈ સેજપાલ ની ઈચ્છા અનુસાર અને ભાવનાબેન મંડલિના સંકલનથી રાજકોટની એમ્સ હોસ્પિટલ ખાતે દેહદાન કરવામાં આવ્યું છે જે એનોટોમી વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવેલ છે હોસ્પિટલનાં તમામ ડો.મેડિકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ એટલી જ લાગણી સાથે ભાવુક બની સેવા કાર્યમાં ખડે પગે રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.