રાજકોટ મહાનગરપાલિકા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ની રીવ્યુ મીટીંગ યોજાઈ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ની રીવ્યુ મીટીંગ યોજાઈ.


રાજકોટ શહેર તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ની રીવ્યુ મીટીંગ યોજાઈ. ગુજરાત સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) અંતર્ગત પ્રથમ સગર્ભા અને બે વર્ષના બાળકની માતાને એક કિલો તુવેર દાળ, એક લીટર સીંગતેલ અને બે કિલો ચણા દર મહિને સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. જે આંગણવાડી વર્કરના માધ્યમથી લાભાર્થી સુધી પહોંચાડવામાં આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચતું કરવામાં કાર્યકરની ભૂમિકા અગત્યની છે. આ મીટીંગમાં વર્કરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ કામ કામગીરી કરનાર કાર્યકરને પ્રમાણપત્ર સન્માનિત કરવામાં આવેલ છે. આ મીટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ તેમજ બાળ વિકાસ અધિકારી તેમજ ICDS વિભાગના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.