રાજકોટમાં PGVCLએ સ્માર્ટ મીટર લગાવ્યું મોબાઈલ એપ્લિકેશનથી વીજમીટર ઓપરેટ થશે; ગ્રાહક ધારે ત્યારે બીલ ભરી એક ક્લિકથી ટેક્નિકલ ક્ષતિ નિવારી શકાશે
રાજકોટમાં PGVCL દ્વારા મેનેજિંગ ડિરેક્ટરના બંગલોમાં સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર આજે લગાવવામાં આવ્યું હતું. મોબાઇલ એપ્લિકેશનથી ઓપરેટેડ આ વીજ મીટરથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે, તેવું કહેવાય રહ્યું છે. મોબાઈલ એપ્લિકેશનથી ગ્રાહકો વીજ મીટર ઓન અને ઓફ કરી શકશે. તો દૈનિક વીજળીનો વપરાશ ગ્રાહક જોઈ શકશે અને તેના આધારે ઊર્જાની બચત કરી શકશે. સ્માર્ટ પ્રીપેઈડ મીટર લાગતા ગ્રાહકો ઈચ્છે ત્યારે બીલ ભરી શકશે. એટલે કે, દર 2 મહિને બીલ નહીં આવે અને ઓનલાઇન વીજ બીલ ભરી શકાશે. આ સાથે જ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોય તો તેની ફરિયાદ પણ મોબાઇલ એપ્લિકેશનની મદદથી થઈ શકશે. પ્રથમ તબક્કામાં 23 લાખ બાદ બીજા તબક્કામાં 32 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાનું PGVCLનું આયોજન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.