જેલમાં ફરી મોબાઈલ અને તમાકુની પડીકી બાંધેલ દડો ફેંકાયો: ગુનો નોંધાયો - At This Time

જેલમાં ફરી મોબાઈલ અને તમાકુની પડીકી બાંધેલ દડો ફેંકાયો: ગુનો નોંધાયો


જેલમાં અગાશી પરથી પ્રતિબંધીત વસ્તુર બેટરી વગરનો મોબાઈલ અને તમાકુ સેલોટેપમાં દડા સાથે વીંટાયેલ મળી આવતા બનાવ અંગે જેલરે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મધ્ય સ્થ જેલના જેલર હરપાલસિંહ સોલંકીએ પ્રનગર પોલીસ મથકમાં અજાણ્યાવ શખ્સપ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગયાં શનિવારે સાંજે પોતે જેલમાં પોતાની ફરજ ઉપર હતા. ત્યોરે જેલમાં જડતી સ્કબવોર્ડ દ્વારા જડતી દરમ્યારન નવી જેલ-11ના યાર્ડ નં.22ની અગાશી પર તલાશી લેતા પાણીના ટાંકા પાસે એક પ્લાદસ્ટીએકની સેલોટેપ વીંટાયેલો દડો મળી આવ્યોં હતો.
આ દડો ખોલી, ચકાસણી કરતા દડામાંથી સીમકાર્ડ વગરનો એક મોબાઈલ તથા તમાકુની 12 પડીકી મળી આવ્યાા હતા. પોલીસે તમાકુની પડીકી તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. અને પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. જે.બી.રાણીગાએ મોબાઈલના ઈ એમ આઈ નંબરના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.