વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને આસપાસના વિસ્તારોની સાફ સફાઈ કરાઇ
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને
આસપાસના વિસ્તારોની સાફ સફાઈ કરાઇ
------
ગીર સોમનાથ.તા.૪: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને આસપાસ સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી.અને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ટાવર પોલીસ ચોકી,રેલ્વે સ્ટેશન સહિત શહેરના મેઇન રોડ રસ્તાની સાફ સફાઈ અને દવા છંટકાવ તથા આજુબાજુના વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી.
આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ સહિતનાઓએ દ્વારા સાફ-સફાઈ કરીને સમગ્ર વિસ્તાર સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.