પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, સર્વ સમાજના લોકો,વિદ્યાર્થીઓ,પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી - At This Time

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, સર્વ સમાજના લોકો,વિદ્યાર્થીઓ,પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી


*હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૪,પંચમહાલ*

*દેશભક્તિના નારાઓ, પોલીસ માર્ચ, બેન્ડની મધુર સુરાવલીઓ સાથે બાઈક રેલી સહિત તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

ગોધરા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. જે અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્રિરંગા યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું.ત્રિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ગોધરા શહેરમાં દેશ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

આ તિરંગા યાત્રા રેલી પોલીસ હેડ ક્વાર્ટર થી શરૂ કરીને ગોધરાના વિવિધ માર્ગો પરથી પસાર થઈને રામસાગર તળાવ સુધી ૫ કિલોમીટરના અંતરમાં યોજાઈ હતી. રેલીમાં દેશભક્તિના ગીતો,બેન્ડની મધુર સુરાવલીઓ,પોલીસ માર્ચ,બાઈક રેલી,સ્થાનિક નૃત્ય સાથે પંચમહાલ સાંસદ સભ્યશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા વહીવટી તંત્ર,ગોધરાના વિવિધ સમાજના નાગરિકો,વિદ્યાર્થીઓ,પોલીસ જવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી હતી.

રેલી પૂર્વે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે સમગ્ર કાર્યક્રમ અનુરૂપ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી હતી. રાજ્યસભાના સાંસદ શ્રી ડૉ.જશવંતસિંહ પરમારએ આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા.

ગોધરા ખાતે યોજાયેલ પાંચ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા પોલીસ હેડ ક્વાર્ટર થઈ પાંજરાપોળ, ચિત્રા સિનેમા રોડ વિશ્વકર્મા ચોક, પટેલવાડા, રાણી મસ્જિદ, ગીદવાણી રોડ, શહેરા ભાગોળ થઈ બાવાની મઢી પાસે આશરે ૭૦૦૦ જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રેલી રાણી મસ્જિદ પાસે પહોંચતા લઘુમતી સમાજના આગેવાનો દ્વારા તિરંગા યાત્રામાં આવેલ લોકોને મીઠાઈ ખવડાવી મો મીઠુ કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું.

તિરંગા યાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ,રેન્જ આઇ.જી.શ્રી અસારી,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં પોલીસના જવાનો,વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.