જામનગર એલસીબીના દરોડામાં લાલપુરમાંથી ૫૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો - At This Time

જામનગર એલસીબીના દરોડામાં લાલપુરમાંથી ૫૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો


જામનગર એલસીબીના દરોડામાં લાલપુરમાંથી ૫૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો

જામનગર એલસીબીએ લાલપુરમાં એક રહેણાંક મકાનમાંથી ૫૦ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલસીબીએ લાલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. લાલપુર ટાઉનના ધરારનગર, ધાર ઉપર હુશેની ચોકમાં રહેતા ઇરફાનભાઇ તારમામદ ધુધાના મકાનમાંથી કુલ વિસ હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જે દારૂ સંતાડનાર આરોપી ઇરફાન ધુધા ફરાર છે, અને તેને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.