રાજકોટમાં એક પિસ્તોલ અને 30 કારતુસ સાથે બે પરપ્રાંતિય ઝબ્બે, જામનગરના કાસમ બાપુનું નામ ખુલ્યું - At This Time

રાજકોટમાં એક પિસ્તોલ અને 30 કારતુસ સાથે બે પરપ્રાંતિય ઝબ્બે, જામનગરના કાસમ બાપુનું નામ ખુલ્યું


રાજકોટમાં એક પિસ્તોલ અને 30 કારતુસ સાથે બે પરપ્રાંતિય યુવાનને એસોજીની ટીમે ઝડપી લીધા હતા. જેમાં જામનગરના કાસમ બાપુ નામના શખ્સનું નામ ખુલ્યું છે. આરોપીઓ પાસેથી 25000ની કિંમતની પિસ્તોલ અને રૂ.3000ની કિંમતના કારતુસ કબ્જે કરાયા છે અને ડીસીબી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
બનાવની વિગત મુજબ એસઓજી પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આઈએસઆઈ ડી.બી. ખેર, હેડ કોન્સ્ટેબલ ફિરોઝભાઈ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર વેગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે ફિરોઝભાઈ, ઇન્દ્રસિંહ અને દિગ્વિજયસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ હથિયાર સાથે પકડાયેલો અમન શર્મા કપિલા હનુમાન મંદિર પાસે, જૂની ખડપીઠ નજીક હથિયારની ડિલિવરી લેવા આવવાનો છે. ત્યાં સવારે 10 વાગ્યે વોચ ગોઠવતા આરોપી આવ્યો હતો અને તેની સાથે અન્ય એક શખ્સ પણ હતો બન્નેને અટકાવી ઝડતી લેતા આરોપી અમન અશ્વરી પાઠક શર્મા (ઉ.વ.21, રહે. ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ)ના નેફામાંથી પિસ્તોલ નીકળી હતી અને કાળા પ્લાસ્ટિકના ઝબલામાંથી 30 કારતુસ મળ્યા હતા.
સાથે રહેલ આરોપી આયુષ પવન ભારદ્વાજ(ઉ.વ.22, રહે. હાલ ગુલાબનગર, સ્ટાર પાર્ટી પ્લોટની બાજુના કોમ્પલેક્ષમાં, જામનગર, મૂળ ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ) અમનને જામનગરથી હથિયાર આપવા આવ્યાનું ખુલ્યું હતું. આયુષની પૂછપરછ કરતા તેણે જણાવેલ જામનગરના કાસમ બાપુ નામના શખ્સ પાસેથી તે હથિયાર કારતુસ લાવ્યો હતો. હાલ એસઓજીની ટીમે બન્નેને દબોચી રિમાન્ડ મેળવવા તજવીજ કરી અને જામનગરના કાસમ બાપુની શોધખોળ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.