ભાવનગર રેલ્વે ડિવિઝનના 9 રેલ્વે કર્મચારિયોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા - At This Time

ભાવનગર રેલ્વે ડિવિઝનના 9 રેલ્વે કર્મચારિયોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા


ભાવનગર રેલ્વે ડિવિઝનના 9 રેલ્વે કર્મચારિયોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા

સંરક્ષિત ટ્રેન સંચાલન એ રેલવે પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા છે. આ માટે, મંડળમાં નિયમિતપણે સલામતીને લગતા વિવિધ જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે. આ સાથે સંરક્ષિત રીતે કામ કરવા વાળા કર્મચારિયોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, જુન મહિના દરમિયાન અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જેમણે તમામ સંબંધિતોને જાણ કરીને અને જરૂરી કાર્યવાહી કરીને સંભવિત અસામાન્ય પરિસ્થિતિને ટાળવા માટે અને સલામત રેલ પરિચાલનમાં પ્રશંસનીય ભૂમિકા ભજવા વાળા જીગર મેહતા, (એચટીએનસી, કંટ્રોલ ઓફિસ-ભાવનગર), જયપાલસિંહ જાડેજા (એચટીએનસી, કંટ્રોલ ઓફિસ-ભાવનગર), સાહેબસિંહ મીણા (ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, લોથલ ભુરખી), રાજદીપ ભટ્ટ (સ્ટેશન માસ્ટર, ઉજ્જલવાવ)‚ ઉદય સેન (ટ્રેન મેનેજર ગુડ્સ, બોટાદ), રાજેન્દ્ર દેસાઈ (પી-મેન, સાવરકુંડલા), પ્રવીન લાખા (પી-મેઈન, વિજપડી), લાભુ વીરજી (પી-મેન, ચીતલ) અને મોહનલાલ મીણા ( કાંટેવાલા, રાજુલા સિટી)ને મંડળ રેલ પ્રબંધક મનોજ ગોયલે આ સલામતી જાગૃત રક્ષકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા તેમના પ્રશંસનીય કાર્ય માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીનિયર ડીઓમ અભિનવ જેફ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.