બોટાદ ની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15,માં બાળમેળો અને લાઈફસ્કીલ પ્રવૃત્તિ યોજાઈ
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ ની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15, માં બાળમેળો અને લાઈફસ્કીલ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. તે અંતર્ગત બાલવાટીકા અને ધોરણ 1 થી 5 માં રંગપુરણી, વેશભૂષા, વેસ્ટ માંથી બેસ્ટ, ક્રાફ્ટવર્ક, પેપર વર્ક છાપકામ, અભિનય ગીત, વાર્તા વગેરે પ્રવૃત્તિઓ શિક્ષકોના માર્ગદર્શન નીચે બાળકો પાસે કરાવવામાં આવી હતી. જ્યારે ધોરણ 6 થી 8 માં ટીએલએમ નિર્માણ, મહેંદીકામ, ફૂડ સ્ટોલ, વેસ્ટ માંથી બેસ્ટ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકોની સર્જનશક્તિ વિકસે અને બાળકો જીવન વ્યવહારમાં સ્વાવલંબી બને તે બાળમેળા અને લાઈફસ્કીલનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકોએ સુંદર કામગીરી કરી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ તમામ બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.