કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને માથું મુંડાવ્યું:સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો; બોલી, 'વાળ ખરતા જોવું ડિપ્રેશન જેવું હતું' - At This Time

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને માથું મુંડાવ્યું:સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો; બોલી, ‘વાળ ખરતા જોવું ડિપ્રેશન જેવું હતું’


લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં કેન્સર સામે લડી રહી છે. આ દરમિયાન હિનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે માથું મુંડાવતી જોવા મળી હતી. શેર કરેલા વીડિયોમાં હિનાએ જણાવ્યું કે કેન્સરને કારણે તેમના ઘણા વાળ ખરવા લાગ્યા હતા. વાળ ખરતા જોવું એ તણાવપૂર્ણ અને ડિપ્રેશન જેવું હતું. આ કારણોસર તેમણે માથું મુંડાવવાનો નિર્ણય કર્યો. હિનાએ કહ્યું- હું માનસિક રીતે ખુશ રહેવા માગુ છું
વીડિયોમાં વધુમાં હિનાએ તમામ કેન્સર પીડિતો માટે એક પ્રેરક મેસેજ પણ શેર કર્યો અને લોકોને માનસિક રીતે મજબૂત રહેવા વિનંતી કરી. હિનાએ કહ્યું- હું ખરેખર આ પર કામ કરવા માગુ છું. હું હકારાત્મક બનવા માગુ છું, હું ખુશ રહેવા માગુ છું. હું એ બધું કરવા માગુ છું જેનાથી મને આ સમગ્ર પ્રવાસમાં કોઈ માનસિક સમસ્યા ન આવે. 'આ જર્ની ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે'
હિનાએ વધુમાં કહ્યું- તે ખૂબ જ તણાવપૂર્ણ અને ડિપ્રેશન જેવું છે. હું તેમાંથી પસાર થવા માગતી નથી. જે પહેલાંથી મારા નિયંત્રણમાં છે તેના પર મારે પગલાં લેવા પડશે. હું જાણું છું કે તે કેટલું મુશ્કેલ છે. તે પીડાદાયક પણ છે. તમારી જાતને આ બધાની વચ્ચે ન રાખો. તમારા વાળ ખરતા પહેલાં તેનાથી છુટકારો મેળવો. તે જ હું કરવા જઈ રહી છું. આ કંઈપણ બદલાવાનું નથી. હકીકતમાં, તમે જેવા છો તેવા જ રહેશો. હકીકતમાં, તે પહેલાં કરતાં વધુ સુંદર બની જશે. આ નવી સફરમાં તમારી જાતને દરેક રીતે સ્વીકારો. આટલું કહ્યા બાદ હિનાએ માથું મુંડાવ્યું. આ પહેલાં હિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતે પોતાના વાળ કાપતી જોવા મળી હતી. હેરકટ કરાવ્યા બાદ હિનાએ કહ્યું હતું કે તે ખૂબ જ સારી અને ફ્રી ફીલ કરી રહી છે. એક્ટ્રેસનો તેનો નવો લુક ગમ્યો. હિના ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહી છે
હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારથી એક્ટ્રેસને આ વિશે ખબર પડી ત્યારથી તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સકારાત્મક પોસ્ટ્સ શેર કરી રહી છે. અભિનેત્રી તેની કેન્સરની જર્ની રેકોર્ડ કરી રહી છે જેથી તે કોઈને ઉપયોગી થઈ શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.