હિના ખાન કેન્સરની સર્જરી બાદ પીડા અનુભવી રહી છે:હોસ્પિટલમાથી શેર કર્યો ફોટો, કહ્યું- હું દર મિનિટે, દરેક સેકન્ડમાં પીડામાંથી પસાર થઈ રહી છું, કૃપા કરીને પ્રાર્થના કરો
ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તે સોશિયલ મીડિયા પર સતત અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં જ હિનાએ સર્જરી કરાવી છે જેના પછી તેણે કેટલીક તસવીરો અને નોટ્સ શેર કરી છે. પ્રથમ તસવીરમાં હિના હોસ્પિટલના બેડ પર સૂઈ રહી છે જેમાં તેનો હાથ દેખાઈ રહ્યો છે. આ તસવીર શેર કરતા હિનાએ લખ્યું, બીજા દિવસ માટે પ્રાર્થના કરો. આ સાથે હિનાએ એક નોટ શેર કરી અને લખ્યું, હું સતત પીડામાં છું. આ સિવાય હિનાએ હોસ્પિટલ સ્ટાફ પાસેથી મળેલી એક નોટ પણ શેર કરી છે. તેમાં લખ્યું હતું કે, પ્રિય હિના ખાન, અમે જાણીએ છીએ કે આ સર્જરી તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહી છે પરંતુ અમે ખુશ છીએ કે તમે હવે સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગ પર છો. તમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ. આશા છે કે તમે જલ્દી સારું અનુભવશો. જલ્દી સાજા થાઓ. 28 જૂને કેન્સર હોવાની વાત શેર કરી હતી
28 જૂને હિનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'હાલમાં વહેતી થયેલી અફવાઓ પર હું તમારી સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા તબક્કામાં છું. હું ઠીક છું! હું આ બીમારી પર કાબુ મેળવવા માટે મજબૂત અને સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આને વધુ મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છું. 36 વર્ષની હિનાએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ સિવાય તે 'બિગ બોસ 11'માં પણ જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.