હિમાચલઃ 55 કલાકથી 46 લોકોની કોઈ ભાળ નહીં:લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટ્યું, એક મહિલાનું મોત; દારચામાં નવો અને જૂનો બંને પુલ તણાઈ ગયા - At This Time

હિમાચલઃ 55 કલાકથી 46 લોકોની કોઈ ભાળ નહીં:લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટ્યું, એક મહિલાનું મોત; દારચામાં નવો અને જૂનો બંને પુલ તણાઈ ગયા


હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલા લોકોનો 55 કલાક બાદ પણ કોઈ ભાળ મળી નથી. સવારે 5 વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, ગઈકાલે સાંજે આદિવાસી જિલ્લા લાહૌલ સ્પીતિની પિન ખીણમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે એક મહિલા કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. ડીસી રાહુલ કુમારે જણાવ્યું કે મૃતક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. વાદળ ફાટ્યા બાદ દારચા-શિંકુલા રોડને પણ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ પર મસમોટા પથ્થરો પડતાં નવો અને જૂનો બંને પુલને નુકસાન થયું છે. મંડી, કુલ્લુ અને શિમલામાં 46 લોકો હજુ પણ ગુમ છે. હવે તેમની બચવાની આશા લગભગ પુરી થઈ ગઈ છે. NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડના જવાનો ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મંડીના ચૌહર ઘાટીના રાજબન ગામમાં પણ 3 મકાન ધરાશાયી થવાથી 3 પરિવારના 5 લોકો હજુ પણ મળી શક્યા નથી. અહીં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક ઘાયલ વ્યક્તિને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. બાગીપુલમાં હજુ પણ 5 લોકો ગુમ છે
કુલ્લુના બાગીપુલમાં પણ એક જ પરિવારના 5 સભ્યો સહિત 7 લોકો ગુમ થયા હતા. તેમાંથી એક મહિલા અને એક પુરૂષના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ પણ 5 લોકો ગુમ છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. જેના કારણે જોખમી બની ગયેલી નદીઓ અને નાળાઓની જળસપાટી ઘટી રહી છે. આગામી 6 દિવસમાં ક્યાંય પણ ઓરેન્જ એલર્ટ નહીં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. મોટા ભાગના સ્થળોએ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે અથવા હળવા ઝરમર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.