આખી કેકને નુકસાન ન થાય અને પીસ કરાય તે રીતે સાંઢિયા પુલને ડાયમંડ કટરથી કપાશે
રાજકોટમાં ફ્લાય ઓવર બનાવતા પહેલાં હયાત માળખાને રેલવે લાઈનને નુકસાન વગર તોડી પાડવું એ જ પડકાર
રેલવે ‘ડિસ્મેન્ટલ મેથોડોલોજી’ને મંજૂરી આપે બાદમાં કામ ચાલુ થશે, હજુ દોઢ મહિનો વીતી જશે
રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને કેકની જેમ કાપીને નવો બનાવવામાં આવશે આ અંગે મનપાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેકને નુકસાન ન થાય તે માટે આવો નિર્ણય કરાયો છે. આખી કેકને સુરક્ષિત રાખીને જે રીતે કાપવામાં આવે છે તેવી રીતે જ આ પુલને કાપી નવો બનાવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.