ધંધુકા ભાવનગર ધોરીમાર્ગના 174 સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવાયા.
બગોદરા ધંધુકા ભાવનગર ધોરીમાર્ગના 174 સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવાયા.
સખત પોલીસ બંદોબસ્ત સહિત ધંધુકાનું સરકારી વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. વારંવાર ની નોટિસો છતાં દબાણકારો હડતા ન હોય તંત્ર એ લાલ આંખ કરી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ના વહીવટી તંત્ર દ્વારા બગોદરા ધંધુકા ભાવનગર ધોરીમાર્ગ ઉપર સરકારી જમીનમાં અનધિકૃત કબજો ધરાવતા 174 દબાણ કરતાં ઓના દબાણો દૂર કર્યા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે તમામ દબાણ કરતા ઓને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સહિત સરકારી વિભાગો દ્વારા નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં દબાણો નહીં હટાવતા સમગ્ર વહીવટી તંત્ર એ દબાણો દૂર કર્યા હતા.
આધારભૂત મળતા અહેવાલો મુજબ બગોદરા ધંધુકા ભાવનગર રોડ પર થયેલ અનધિકૃત દબાણો દૂર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ એ સ્ટેટ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી ત્રણ ત્રણ નોટિસ દબાણ કરતાં ઓને આપવામાં આવી હતી તેમજ રાજ્ય સરકારના સિટી સર્વે પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ કાર્યાલય ઈજમેર સ્ટેટ ચીફ ઓફિસર અને ધંધુકા મામલતદાર દ્વારા પણ સંયુક્ત રીતે ત્રણ નોટિસો અનઅધિકૃત દબાણ કરતા હો ને આપવામાં આવી હતી. છેલ્લે અપાયેલી નોટિસમાં માર્ગ અને મકાન સ્ટેટ સીટી સર્વે નગરપાલિકા રેલ્વેની હદની સરકારી જમીન પર અન અધિકૃત દબાણ દૂર કરવા તાકીદ કરાઈ હતી અને અનઅધિકૃત દબાણો કરેલું હોવાથી આ ધોરીમાર્ગ પર ટ્રાફિકની સમસ્યા તેમજ સામાન્ય રાહદારીઓને ની અવરજવર કરવી મુશ્કેલ બને છે વાહનોની અવરજવરમાં મુશ્કેલી તકલીફ પડતી હોવાથી આ દબાણો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દૂર કરવાનું જરૂરી જણાય છે સદરુહ નોટિસમાં દબાણ કરતાં દબાણકારોને દિન બે માં દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા અન્યથા સરકારી રાહે દબાણ ખસેડવાનો ખર્ચ દબાણ કરતા ઓ પાસે વસૂલ કરવાની તાકીદ કરાઈ હતી અન્યથા દબાણ કરતાં અને તેમની પાસે પુરાવા હોય તો રજૂ કરવા પણ જણાવ્યું હતું.
નોટિસના પગલે દબાણ કરતા હોય એ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનો શરૂ કરી દઈ વહીવટી તંત્રને સહકાર આપ્યો હતો ઘણી જગ્યાએ રહી ગયેલા દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જે માટે ત્રણ જી.સી.બી ઉપરાંત ટ્રેક્ટરો મજૂરો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામે લાગ્યો હતો વહીવટી તંત્રએ 174 દબાણો દૂર કર્યા નો દાવો કર્યો હતો આ સમગ્ર દબાણ હટાવવા કામગીરીમાં ધંધુકા મામલતદાર માર્ગ અને મકાન વિભાગ ધંધુકા સીટી સર્વે કચેરી ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝિંઝુવાડીયા પી એસ આઇ યુ બી જોગરાણા પી એસ આઇ ધોલેરા પૃથ્વીરાજસિંહ ગોહિલ કોઠ પી એસ આઈ કાલોત્રા, એલ સી બી, પી એસ આઇ જે એમ પટેલ તથા પી એસ આઇ હર્ષિત પટેલ તથા ધંધુકા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફે કાયદો અને વ્યવસ્થા અર્થે ખડે પગે રહ્યા છે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.