CAGના રિપોર્ટ પર હાઈકોર્ટે કહ્યું- આપની પ્રમાણિકતા પર શંકા:દિલ્હી સરકારની ઝાટકણી કાઢી, વિધાનસભામાં ચર્ચા કરવી જોઈએ; રિપોર્ટમાં લિકર પોલિસીનો ઉલ્લેખ - At This Time

CAGના રિપોર્ટ પર હાઈકોર્ટે કહ્યું- આપની પ્રમાણિકતા પર શંકા:દિલ્હી સરકારની ઝાટકણી કાઢી, વિધાનસભામાં ચર્ચા કરવી જોઈએ; રિપોર્ટમાં લિકર પોલિસીનો ઉલ્લેખ


દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવેલા CAGના રિપોર્ટનો મુદ્દો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્યોએ CAGના રિપોર્ટ પર વિધાનસભામાં ચર્ચા કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર સોમવારે કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું- CAGના રિપોર્ટ પર વિચાર કરવામાં જે રીતે દિલ્હી સરકારે પોતાની પાછી પાની કરી છે, તે તેની પ્રમાણિકતા પર શંકા ઉપજાવે છે. દિલ્હી સરકારે CAGનો રિપોર્ટ તરત જ સ્પીકરને મોકલવો જોઈએ અને ગૃહમાં ચર્ચા શરૂ કરવી જોઈતી હતી. કોર્ટે કહ્યું કે તે આ મામલે આજે બપોરે 2.30 વાગ્યે સુનાવણી કરશે. ખરેખરમાં 11 જાન્યુઆરીએ દિલ્હી સરકારના નિર્ણયો અંગે CAGનો રિપોર્ટ લીક થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમાં 14 કેસ છે જેમાં લીકર પોલિસીના નિર્ણયો પણ સામેલ છે. જેમાં લીકર પોલિસીને કારણે સરકારને 2026 કરોડ રૂપિયાની આવકનું નુકસાનની વાત કહેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લીકર પોલિસીમાં ઘણી ગેરરીતિઓ હતી, જેમાં લાયસન્સ આપવામાં આવતી ખામીઓ પણ સામેલ છે. નવી લિકર પોલિસી 2021માં દિલ્હીમાં લાગુ કરવામાં આવી હતી. લાયસન્સ આપવા બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પોલિસી પાછી ખેંચવી પડી. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. બંને જેલમાં પણ ગયા. સીએમ અને ડેપ્યુટી સીએમ પદ છોડવું પડ્યું. હાલ જામીન પર બહાર છે. CAGનો રિપોર્ટ... તેમાં લીકર પોલિસીના નિર્ણયનો પણ ઉલ્લેખ છે CAGના રિપોર્ટમાં લીકપ પોલિસી વિશે શું-શું છે... 21 ડિસેમ્બરે LGએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી
21 ડિસેમ્બરે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લીકર પોલિસી મામલે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજુરી આપી હતી. 5 ડિસેમ્બરે EDએ કેજરીવાલ સામે ટ્રાયલ ચલાવવા માટે LG પાસે મંજુરી માંગી હતી. EDએ આ વર્ષે માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. 4 કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલને આ કેસમાં જામીન મળી ગયા, પરંતુ ED ટ્રાયલ શરૂ કરી શક્યું નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image