શ્રી કુંભનાથ તળાવ ક્રિકેટ ના મેદાન જેવું ખાલીખમ વર્ષો વર્ષ વાતો કરતા નેતા ઓએ પ્રજા ના કર ના પેસા થી પણ સૌની યોજના થી તળાવ ભરી દાખલો બેસાડવો જોઈએ. ૩૦ વર્ષ થી રાજ્ય માં ભાજપ સરકાર છે એક વખત શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ભરો - At This Time

શ્રી કુંભનાથ તળાવ ક્રિકેટ ના મેદાન જેવું ખાલીખમ વર્ષો વર્ષ વાતો કરતા નેતા ઓએ પ્રજા ના કર ના પેસા થી પણ સૌની યોજના થી તળાવ ભરી દાખલો બેસાડવો જોઈએ. ૩૦ વર્ષ થી રાજ્ય માં ભાજપ સરકાર છે એક વખત શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ભરો


શ્રી કુંભનાથ તળાવ ક્રિકેટ ના મેદાન જેવું ખાલીખમ

વર્ષો વર્ષ વાતો કરતા નેતા ઓએ પ્રજા ના કર ના પેસા થી પણ સૌની યોજના થી તળાવ ભરી દાખલો બેસાડવો જોઈએ.

૩૦ વર્ષ થી રાજ્ય માં ભાજપ સરકાર છે એક વખત શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ભરો

દામનગર શહેર નું વિશાળ તળાવ કુદરતી સારા વરસાદ થી જ ભરાતું રહે છે આ વર્ષે રાજ્ય ના મોટાભાગ ના તાલુકા ઓના અતિ વૃષ્ટિ થઈ છે પણ દામનગર પંથક માં નહિવત વરસાદ થી ખાડા ઓ પણ ભરાયા નથી કે નહેરા માં વરસાદી પાણી ચાલ્યા નથી દામનગર ના યુવાનો દ્વારા ફન્ડ ફાળા અને અપાર મહેનત કરી જય ભુરખિયા જળ અભિયાન હેઠળ નમૂના રૂપ કામ કરી એ વખત તળાવ ભર્યું હતું પછી વર્ષો થી નેતા ઓ સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડું ઉતારી સૌની યોજના થી ભરવા ની વાતો કરે છે ૩૦ વર્ષ થી રાજ્ય માં એકજ સરકાર છે નથી તળાવ ઊંડું ઉતરતું કે નથી ભરાતું સરકાર માં વારંવાર રજુઆત કરી પ્રેસ પ્રસિદ્ધિ મેળવતા નેતા ઓ માત્ર પ્રસિદ્ધિ માટે જે પ્રયત્ન કરે છે તે તળાવ ભરવા કરે છે ખરા ? કરતા હોય તો સરકાર માં તેનું કોઈ સાંભળે છે ? સાંભળતું હોય તો તળાવ વર્ષો થી ખાલી કેમ રહેવા પામે છે ? છપનિયા દુષ્કાળ માં શ્રી કુંભનાથ મંદિર ના જીર્ણોદ્ધાર સાથે વિશાળ જળાશય નિર્માણ દ્વારા શ્રમિક પરિવારો ને રોજગારી મળે અને જાહેર જળાશય નું નિર્માણ થાય તેવી દુરંદેશી થી રાજ્ય નો ખેડૂત સમૃદ્ધ થાય તેવા ઉમદા હેતુ એ શ્રી મંત સરકાર ગાયકવાડ દ્વારા નહેર સાથે હજીરાધાર ધામેલ દામનગર સહિત ની સિમ સુધી પાકી નહેરો સાથે બંધાવેલ શ્રી કુંભનાથ મહાદેવ તળાવ મૂળ તો ખેતી સમૃદ્ધ કરવા શ્રીમંત સરકાર ના આ તળાવ નો નાની ચિસાઈ હેઠળ અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત સમાવેશ કરાયું હતું પણ જિલ્લા પંચાયત ની નાની ચિસાઈ એ કોઈ દરકાર વર્ષો થી લીધી નથી સમગ્ર દામનગર પંથક માટે આશીર્વાદ શ્રી કુંભનાથ મહાદેવ તળાવ પ્રજા ના કર ના પેસા થી ભરી દાખલો બેસાડો ખોટી પ્રસિદ્ધિ કેટલા વર્ષો સુધી કરાશે ? સમગ્ર દામનગર પંથક માં એતિહાસિક ગણાતા શ્રી કુંભનાથ મહાદેવ તળાવ સૌની યોજના થી કઈ સાલ માં ભરાશે ? અત્યારે ખાલીખમ શ્રી કુંભનાથ તળાવ ક્રિકેટ ના મેદાન જેવું છે વારંવાર સૌની યોજના થી કુંભનાથ તળાવ નો સમાવેશ કરાયો હોવા ની વાત ને સત્તાવાર કોઈ હુકમ ખરો ?

રિપોર્ટ નરવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.