બોટાદ ગેરકાયદેસર દબાણ કર્તાઓની હવે ખેર નથી તંત્રએ કરી લાલ આંખ - At This Time

બોટાદ ગેરકાયદેસર દબાણ કર્તાઓની હવે ખેર નથી તંત્રએ કરી લાલ આંખ


(અસરફ જાંગડ)
બોટાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી, ચિફ ઓફિસર, મામલતદાર PGVCL તેમજ અન્ય કર્મચારીઓની ટીમ સાથે શહેરનાં સાળંગપુર રોડ થી જતો ખસ રોડ તરફ જવાના માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ખસ રોડ પર રસ્તાઓ પર ખાનગી સ્કૂલની દિવાલ, ગેરકાયદે જમીન દબાણ, તાર ફેન્સીંગ, તેમજ રસ્તાઓ પર ગેરકાયદે પતરાના છેડ સહિતના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગની સુચનાથી બોટાદ શહેરમાં દબાણ હટાવની ડ્રાઈવ શરૂ કરી છે. જે અંતર્ગત આરએમબી સ્ટેટને લગતા રોડ સાઈડના દબાણો, બોટાદ નગરપાલિકાના દબાણો તેમજ સરકારી પડતર જમીન પર કરેલા દબાણો હટાવવાનો રૂટ નક્કી કર્યો છે. જે રૂટ પ્રમાણે રોડપર આવતા કાચા પાકા મકાનો, દિવાલો, પતરાના છેડ તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.તેમજ બોટાદ શહેરમાં ઠેર ઠેર નાના મોટા કાચા પાકા દબાણો જોવા મળી રહ્યાં છે. જેથી તમામ દબાણ કર્તાઓને નોટીસો આપી છે. તેમજ રીક્ષા દ્વારા જાહેરાત કરીને દબાણ કર્તાઓને જાણ કરેલ છે. લોકો સત્વરે પોતે સ્વૈચ્છિક પોતાના દબાણો દૂર કરવા બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ અપીલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.