અમરેલી ચારણ ગઢવી સમાજનાં આગેવાનો દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ સમાજના મતાજીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગીગા ભમમર વિરૂદ્ધ અમરેલી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અમરેલી ચારણ ગઢવી સમાજનાં આગેવાનો દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ સમાજના મતાજીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગીગા ભમમર વિરૂદ્ધ અમરેલી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગત તા. 14/2/24 નાં રોજ તળાજા ખાતે આહીર સમાજ ના સમૂહ લગ્નોત્સવ નાં કાર્યક્રમમાં જાહેર મચ પરથી ચારણ સમાજ વિશે તેમજ ચારણ જગદંબાઓ વિશે અભદ્ર ટિપ્પણી ગીગા ભમ્મર નામની વ્યક્તિએ કરેલ હતી જેનાથી સમગ્ર ગુજરાતના ચારણો ખૂબ જ રોષે ભરાયેલ હતા જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં આ ગીગા ભમ્મર સામે અલગ અલગ જગ્યાએ ફરિયાદો તેમ જ આવેદનપત્રો આપવામાં આવેલ હતા જેના અનુસંધાને અમરેલી ચારણ ગઢવી સમાજે ભેગા મળી અમરેલી કલેક્ટરશ્રીને આ ગીગા ભમ્મર નામની વ્યક્તિ સામે સરકારશ્રી દ્વારા કડકમાં કડક પગલાં લઈ અને ચારણ સમાજને ન્યાય આપવા માટે એક આવેદનપત્ર આપેલ હતું જેમાં અમરેલી ચારણ ગઢવી સમાજના તમામ આગેવાનો હાજર રહેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.