સરા ગામે મચ્છુ માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી
સરા ગામે મચ્છુ માતાજી ની ભવ્ય શોભાયાત્રા
સરા ગામે માલધારી સમાજ ના આસ્થા ના પ્રતિક સમા મચ્છુ માતાજી ના પ્રાગટય દિવસે જય માતાજી ના ગગન
ભેદી નારા સાથે અબીલ ગલાલ ની છોળો વચ્ચે માલ
ધારી સમાજ ની બહોળી ઉપસ્થતિ મા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ધર્મપ્રેમી જનતાએ દર્શન પ્રસાદ નો લાભ લીધો હતો માલધારી સમાજ ના યુવક યુવતી
ઓએ હુડો ની રમઝટ બોલાવતી તરણેતર ના મેળા ની યાદ તાજી કરાવી હતી
સરાગામૈ વર્ષો જુની ગામ ફરતે ધારાવહી દેવાની પરંપરા આજે પણ અકબંધ છે પાદર દેવકી માતાજીએ પુજા અર્ચના કરી બાલભા ભગત સહિત લોકો ઢોલ ના નાદ સાથે ગામ ફરતી સુતર ના તાતણા સાથે ધારાવહી દિધી હતી અષાઢી બીજ ના પવિત્ર દિવસે ગામ ફરતે ધારાવહી દેવાથી ગ્રામજનો પર આફતો ટળે અને ગામ સુરક્ષિત રહે તેવી લોકમાન્યતા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.