પીપળીયા ગામના લોકો દ્વારા છેલ્લા પાંચ થી છ દિવસથી શિક્ષણનો બહિષ્કાર : શાળાને કરાય છે તાળાબંધી - At This Time

પીપળીયા ગામના લોકો દ્વારા છેલ્લા પાંચ થી છ દિવસથી શિક્ષણનો બહિષ્કાર : શાળાને કરાય છે તાળાબંધી


(અસરફ જાંગડ દ્વારા)
ગઢડા ગામના પીપળીયા ગામે આવેલ પ્રાથમિક શાળાને તાળાં બંધી કરાતા પ્રશાસન દ્વારા સમજાવટ બાદ પણ લોકો પોતાની માંગને લઈને અડીખમ માત્ર ગ્રામજનો એક જ માંગ આચાર્યની બદલી કરવામાં આવે. પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ કે છ દિવસથી તાળાબંધી કરવામાં આવી છે. જેથી શાળામાં આવતા બાળકો શિક્ષણથી વંચિત છે જ્યારે રાજકીય આગેવાનો તેમજ શિક્ષણ અધિકારીઓ દ્વારા ગામજનોને ખૂબ જ સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ ગામજનો પોતાની એક જ માંગને લઈને અડીખમ છે. આચાર્યની બદલી કરો ત્યાં સુધી અમે બાળકોને શાળા નહીં મોકલીએ જેથી કરી તાત્કાલિક
શિક્ષણ વિભાગના પ્રશાસને તેમજ શિક્ષણ વિભાગના વહીવટી અધિકારીઓએ આ બાબતે તાત્કાલિક ધોરણે ધોરણસર કાર્યવાહી કરવી વધુમાં લોકોએ જણાવ્યા મુજબ અધિકારીઓ સાથે પોલીસ પ્રોટેક્શન લઈને આવી રહ્યા છે. જેથી કરીને ગામજનો કહી રહ્યા છે કે અધિકારીઓ શું કરવા માંગે છે ? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. તેવું ટેલિફોનિક વાતચીત તેમજ વિડીયો મારફતે ગામજનો દ્વારા જણાવેલ છે. જેથી લાગતાં પ્રશાસન દ્વારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટેના યોગ્ય પગલા લઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી સ્કૂલના તાળા ખૂલ્લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.