લખતર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ સ્નાન ઘાટ પાસે સફાઈ કરી કચરો સ્નાન ઘાટમાં નાખી દેતા મહિલાઓ રોષે ભરાઈ
લખતર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ સ્નાન ઘાટ પાસે સફાઈ કરી કચરો સ્નાન ઘાટમાં નાખી દેતા મહિલાઓ રોષે ભરાઈ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ સ્નાન ઘાટ સફાઈ કરવાના મજૂર વધારે દેખાડી સફાઈના કામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છેલખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા વહીવટ સભળ્યા પછી લખતર ગામની હાલત રોડ રસ્તા સફાઈ સ્ટ્રીટ લાઈટ બાબતે ફરિયાદ ઉઠી રહી છે સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત દ્વારા સફાઈના કામ અંતર્ગત ઉપાડવામાં આવેલ લાખોના બિલ અંતર્ગત તપાસ કરવામાં આવેતો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા સ્નાન ઘાટના સફાઈ બાબતે મીડિયામાં આવતા ઘાટની સફાઈ કરાવી હતી ઘાટ પાસે સફાઈ કરાવી કચરો આરા ઘાટમાં નાખી દેવામાં આવતા મહિલાઓને ઘાટમાં કપડા ધોવાનું બંધ ગયું છે મહિલાઓને નાછૂટકે કપડા ઘાટ પાસેના ખડકા ઉપર ધોવાની ફરજ પડતી હોય મહિલાઓએ લખતર ગ્રામ પંચાયતના કહેવાતા વહીવટદાર સામે રોષ કરી ઘાટમાં કપડા ધોવાતા નહિ હોવાથી ઘાટમાં ખડકવામાં આવેલા હજીરા ઉપાડી ઘાટ સાફ કરવા માંગ કરવામાં આવી હતી
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.