જૂની પાદરડી પ્રા.શાળા ખાતે મહારાણા પ્રતાપની 426 મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ
જૂની પાદરડી પ્રા.શાળા ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે મહારાણા પ્રતાપનો શાસન કાળ : 1568 થી 1597, જન્મ, જન્મ સ્થળ, તેમની વજન 110 કિલો, ચેતક ઘોડાના પરાક્રમો અને શાણપણ, તેમનો 81 કિલોનો ભાલો, 72 કિલોનું બખ્તર, તલવાર તેમજ 1576 માં હલ્દીઘાટીના યુદ્ધમાં 22000 રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંંહની 80000 ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં 17000 સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા. આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના 25000 રાજપૂતોને 12 વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું હતું. ઈ.સ.1579 થી 1585 સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.1585 માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત 36 મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.1585 માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી 19 જાન્યુઆરી 1597 તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર વિનોદ પગી શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.