પથરીના દુખાવામાં આ ઘરેલુ નુસ્ખા અજમાવી જુઓ - At This Time

પથરીના દુખાવામાં આ ઘરેલુ નુસ્ખા અજમાવી જુઓ


પથરીના દુખાવામાં આ ઘરેલુ નુસ્ખા અજમાવી જુઓ

પેટમાં પથરીનો દુખાવો અસહ્ય હોય છે. જ્યાં સુધી પથરી પેટમાં હોય ત્યાં સુધી માણસ જીવતે જીવ નરક જેવો અનુભવ કરે છે. પથરી થવાના અનેક કારણો છે. કેટલાક લોકોને પથરીથી અસહ્ય પીડા થતી હોય છે. આવામાં કેટલાક એવા ઉપાય છે, જેને કારણે પથરી સરળતાથી નીકળી જાય છે. પથરી કાઢવાના આ દેશી ઉપાય છે. આ નુસ્ખા તમને પથરીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. આ એવા ઉપાય છે, જેનાથી પથરી ભાંગીને ભુક્કો થઈ જશે.

પથરી દૂર કરવાના દેશી નુસ્ખા । ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખીને આ ઉકાળો પીવો જોઈએ. એનાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.

મહેંદીના પાનને ઉકાળીને પીવાથી પથરી મટે છે

ગોખરુંનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે. પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ આ પ્રકારના પ્રવાહી લેવા જોઈએ નહીં. જેમ કે દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ, કડક ચા, ચોકલેટ, કોફી અથવા વધુ પડતાં ખાંડવાળા ઠંડા પીણા, દારૂ-બિયર વગેરે લેવાનું ટાળવું જોઈએ. મૂળાના પાનના રસમાં સૂકોખાર નાખીને મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. કિડનીની પથરીથી લોકો ખૂબ જ પરેશાન છે. જો તમે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો, જેનાથી તમારી પથરીનું કદ વધે છે, તો તમારે તેનાથી અંતર રાખવું જોઈએ. આવી સ્થિતિમાં તમારે વધુને વધુ પાણીનું સેવન કરવું જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કિડની સ્ટોનની સમસ્યાના કિસ્સામાં, તમે સૅલ્મોન, ઈડા જરદી અને ચીઝ જેવી ચરબીયુક્ત માછલીઓનું સેવન કરી શકો છો. વિટામિન ડીની વધુ માત્રા ધરાવતો ખોરાક પણ તમારા માટે ફાયદાકારક છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.