*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત તલાટીની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા* *** - At This Time

*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત તલાટીની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા* ***


*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત તલાટીની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા*
***
*પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન/ કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ*
***
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાના કુલ ૯૯ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમમંત્રી)(જા.ક્ર.૧૦/૨૦૨૧-૨૨)ની લેખિત પરીક્ષા તા.૭ મે ૨૦૨૩ના રવિવારના રોજ સવારે ૧૨.૩૦ કલાકથી બપોરના ૧૩.૩૦ કલાક સુધી યોજાનાર છે.
જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને ધ્યાને લેતાં જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓ/કોલોજો ખાતે લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય, વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

જિલ્લાના જુદા જુદા તાલુકાના તમામ જે કેન્દ્રોમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/કેલ્યુલેટર/સ્માર્ટ વોચ/ટેબલેટ/સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શક્શે નહિ.કે સાથે રાખી શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.
પરીક્ષા સમય દરમિયાન પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગાથવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ.પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક/ મ્યુઝીક/લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. તથા આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશનો આપોઆપ રદ ગણાશે. પોલીસ અધીકારી/કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહી.
પોલીસ કર્મચારીઓ કોઇ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનાની અંદર જઈ શકાશે નહી. પરીક્ષા કેન્દ્રોના કેમ્પસની અંદર પરીક્ષાની કામગીરી માટે નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે.
અપવાદ રૂપે પરીક્ષા કાર્યવાહીમાં રોકાયેલ અધિકારીઓ તેમના માન્ય અધિકૃત મોબાઇલ ફોન પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે પરંતુ આવો મોબાઈલ ફોન પરીક્ષા ખંડની અંદર કે પરીક્ષા ખંડની બહારની લોબીમાં લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉક્ત પરીક્ષા સાથે જે તે સંકુલમાં અન્ય સંસ્થા દ્વારા લેવાનાર પરીક્ષામાં નિમણુક કરવામાં આવેલ સ્ટાફને તેઓના આઇડી કાર્ડ /નિમણૂક ઓર્ડર બતાવવાના રહેશે. આકસ્મિત કામગીરી તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા પરીક્ષા કેન્દ્રના સંકુલમાં પ્રવેશવા માટે સક્ષમ ઓથોરિટીની મંજૂરી મેળવવાની રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.