કોઠારીયા રોડ પર બાંધકામ સાઇટ પર વીજ કરંટથી યુવાનનું મોત
કોઠારીયા રોડ પર કારખાનામાં વીજ કરંટથી યુવાનનું મોત થયું હતું. ફેબ્રિકેશનનું કામ કરતી વખતે અશ્વિન મેરને કરંટ લાગ્યો હતો, તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવારમાં દમ તોડ્યો હતો.
આ અંગે મળતી વિગત મુજબ, મૃતકનું નામ અશ્વિન વિનોદ મેર(ઉ.વ.32) છે. તે માંડાડુંગર વિસ્તારમાં રઘુનંદન સોસાયટીમાં રહતો હતો, અને ફેબ્રિકેશનનું કામ કરતો હતો. અશ્વિન આજે કોઠારીયા રોડ પર મુરલીધર વે બ્રિજ પાસે રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મયુરભાઈ રાવલની બાંધકામ સાઇટ ચાલતી હોય ત્યાં કામ પર ગયો હતો.
સવારે 11.30 વાગ્યા આસપાસ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો. આસપાસ તેની સાથે કામ કરતા લોકોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.
અશ્વિન બે ભાઈમાં નાનો હતો. તેને સંતાનમાં એક દીકરી છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી. દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.