બોટાદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે - At This Time

બોટાદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે


(ચેતન ચૌહાણ દ્વારા)
તમામ પશુપાલકોએ પોતાના ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓમાં અવશ્ય રસીકરણ કરાવવા અનુરોધ
નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી તા.12.11.2024 સુધી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોએ પોતાના ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓને આ રસી મુકાવવી ખૂબ જરૂરી છે. પશુપાલન સ્ટાફ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને પશુઓને નિ:શુલ્ક રસી મૂકવામાં આવી રહી છે જે અંતર્ગત તમામ પશુપાલકોએ પોતાના પશુઓમાં અવશ્ય આ રસી મુકાવવી તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે.પશુઓમાં જોવા મળતો ખરવા-મોવાસા એક વિષાણુજન્ય રોગ છે જે સામાન્ય રીતે શિયાળા તથા ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. ખરવા-મોવાસા રોગમાં પશુને ખૂબ જ તાવ આવે છે. મોંઢા અને પગની ખરી વચ્ચે પ્રથમ ફોલ્લીઓ થાય છે જે બાદમાં ચાંદામાં ફેરવાઈ જાય છે. આ રોગગ્રસ્ત પશુને ખાવામાં તથા ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. પશુના મોંઢામાંથી સતત લાળ પડ્યા કરે છે. ખરવા-મોવાસા રોગને પગલે દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. આ રોગને કારણે સતત ૧૦થી ૧૫ દિવસ સુધી ખોરાક લઈ ન શકવાને કારણે પશુનુ વજન ઘટી જાય છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પામે છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા પશુપાલકોએ અવશ્ય રસીકરણ કરાવવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.