PGVCL વિજ કંપનીમાં ગેરરીતિ અને ભષ્ટાચારનો સીલસીલો યથાવત વાડ જ ચીભડા ગળે છે તો ફરીયાદ કોને કરવી - At This Time

PGVCL વિજ કંપનીમાં ગેરરીતિ અને ભષ્ટાચારનો સીલસીલો યથાવત વાડ જ ચીભડા ગળે છે તો ફરીયાદ કોને કરવી


ભાવનગર ખાતેની વિજ કંપનીની વડી ઝોનલ કચેરી આવેલી અને તેના હાલના ચીફ ઈજનેર ડી.વી.લાખાણી છે તે પણ રાજકોટ કોર્પોરેટ કચેરી થી ભાવનગર મુકવામાં આવ્યા છે અને અગાઉ ભાવનગર એસી તરીકે ફરજ બજાવતા હતા એ સમયે ભાવનગર શહેરમાં સીટી વન ની વિભાગીય કચેરીના સ્ટોર માથી આશરે 17 ટન જેટલો નટ બોલ્ટ નો જથ્થો ગાયબ થવા પામેલ હતો તે બાબતે વિજ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગાયબ કરનારની ઓળખ જાહેર થઈ શકે તેવી સંભાવના હતી અને કોંભાડ સાબિત થાય છે તેમ છતાં એક યુનિયન નેતાની આ પ્રરકરણમાં સંડોવણી બહાર આવી હતી આ બાબતે કાર્યવાહી કરવાના બદલે બધુ ભીનુ સંકેળલી લેવામાં આવ્યુ અને ભાવનગર સારી જગ્યાએ લેબોરેટરીમાં હાલમાં ફરજ બજાવી રહ્યાં છે આશરે દોઢ વર્ષના સમય દરમિયાન ભાવનગર PGVCL કચેરી ખાતે અનેક ફરીયાદો ઉઠવા પામી છે તેમ સતા પણ તંત્ર દ્વારા અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો આજ દિન સુધીમાં નટ બોલ્ટ ગાયબ કરનારની સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી કે કાર્યવાહી કરવામાં આવી નથી અને એક બીજા સાથે મેળા પીપણામાં ચાલે છે તાજેતરમાં બોટાદ વતૃળ કચેરીના કાયઁક્ષેત્ર હેઠળ આવેલ વિભાગીય કચેરી ગઢડા કચેરીમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા વિજ કંપનીમાં ઉપયોગી પસ્તી ખાદી ઉધોગ કેન્દ્રને વેચાણ કરી અને ખીસ્સા ભર્યા છે આ સિવાય વિજ કંપનીના નિયમો વિરૂદ્ધ કામગીરી કરી છે તે કાગળ ઉપર સાબિત થાય છે આવી અનેક બાબતો જોવા મળી રહી છે આ બાબતે કાર્યપાલક ઈજનેર દ્વારા કારણદર્શક નોટિસ પણ ફટકારી છે આ બાબતે ડી.વી.લાખાણી સાહેબ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે અને કોઈ રજુઆતો સાંભળતા નથી રેકોર્ડ આધારિત પુરાવા મળ્યા છે તેમ સત્તા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી અને વિજ કંપનીના અન્ય રેકોર્ડ સળગાવી દેવામાં આવ્યા છે તેમાં અનેક કોંભાડ ના પુરાવાઓનો નાશ કર્યો હોવાની માહિતી મળી રહી છે

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.