મલેકપુર ખાતે બિન નિવાસી SPC કેમ્પ યોજાયો - At This Time

મલેકપુર ખાતે બિન નિવાસી SPC કેમ્પ યોજાયો


ખેરાલુ તાલુકાના મલેકપુર (ખે) પ્રાથમિક શાળા ખાતે ત્રિ દિવસીય બિન નિવાસી SPC કેમ્પ ખેરાલુ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ યોજાયો હતો. જેમાં ખેરાલુ PI કે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ મલેકપુર પ્રાથમિક શાળા ખાતે કુલ ૪૪ બાળકોને SPCની તાલીમ આપવામાં આવી હતી. જેનું વધુ માર્ગદર્શન આપવા માટે PSI પી.એસ.કુંપાવત અને પીએસઆઈ આર.બી.દવેએ વિદ્યાર્થીઓને પોલીસ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ મિત્ર હોય તે રીતે વિસ્તૃત માહિતી આપી હતી. ત્રણેય દિવસ બાળકોને જમવાનું આપ્યું હતું અને સાથે આ કાર્યક્રમનું સંચાલન PC રેખાબેન અને PC શૈલેષભાઈએ કર્યું હતું. જેમાં શાળા પરિવારે પણ સહયોગ આપ્યો હતો.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.