મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી મહીસાગર જિલ્લાના લુણાવાડા જવાહર ગાર્ડન ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં અને પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. લુણાવાડા ખાતે યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ્સ દ્વારા ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ અવસરે મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, દેશનો કોઈ પણ નાગરિક સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશી રહી છે. સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ.
સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં રૂ.બે લાખ કરોડની ડિપોઝીટ જમા થઈ છે. જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.