જૈનાચાર્ય આનંદઘનસૂરી વિદ્યાલય, હિંમતનગરમાં એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી. - At This Time

જૈનાચાર્ય આનંદઘનસૂરી વિદ્યાલય, હિંમતનગરમાં એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી.


જૈનાચાર્ય આનંદઘનસૂરી વિદ્યાલય, હિંમતનગરમાં એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી. વિદ્યાર્થિનીઓને સરકારી યોજના અન્વયે મળતી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું... વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ.

સરકાર તરફથી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા એસ.સી., એસ.ટી., તથા ઓ.બી.સી. વિદ્યાર્થિનીઓને સહાય સ્વરૂપે સાયકલ આપવામાં આવે છે. વર્તમાન વર્ષે સરકાર તરફથી આપવામાં આવેલ સાયકલનું એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી. વિદ્યાર્થિનીઓમાં શાળાના આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ, સુપરવાઇઝર અજીતભાઈ પરમાર, હેડ ક્લાર્ક હરેશભાઈ રાવલ તથા સિનિયર ક્લાર્ક ગિરધરભાઈ વણકર તથા શિક્ષકમિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સાયકલ મળવાથી સમગ્ર વિદ્યાર્થીનીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.