અરે....મિશ્રાજી અખિલેશે પત્રકારને તેની જાતિ પૂછી!:જાતિ બાબતે વિરોધ કરી રહેલાં અખિલેશ યાદવને BJPએ અરીસો બતાવ્યો, પૂછ્યું- 'તમારો કયો ચહેરો સાચો છે?' - At This Time

અરે….મિશ્રાજી અખિલેશે પત્રકારને તેની જાતિ પૂછી!:જાતિ બાબતે વિરોધ કરી રહેલાં અખિલેશ યાદવને BJPએ અરીસો બતાવ્યો, પૂછ્યું- ‘તમારો કયો ચહેરો સાચો છે?’


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંસદમાં જાતિ ગણતરી બિલનો મુદ્દો 'જાતિ' સુધી પહોંચ્યો ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ આ વિવાદમાં કૂદી પડ્યા. તેઓ સંસદમાં શાસક પક્ષના સાંસદ અનુરાગ ઠાકુર પર ગુસ્સે થયા હતા. અનુરાગ ઠાકુરની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા અખિલેશ યાદવે કહ્યું- તમે કોઈની જાતિ કેવી રીતે પૂછી શકો? ભાજપના નેતાઓ હવે કેટલાક વીડિયો પોસ્ટ કરીને અખિલેશ યાદવને અરીસો બતાવી રહ્યા છે. આ વીડિયોમાં અખિલેશ યાદવ પત્રકારોની જાતિ પૂછતા જોવા મળે છે. ભાજપ સવાલ ઉઠાવી રહી છે કે અખિલેશનો કયો ચહેરો અસલી છે? "જાતિ કેવી રીતે પૂછી શકો છો..."
જોકે, થયું એવું કે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં રાહુલ ગાંધીની જાતિને લઈને ટિપ્પણી કરી. અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની કોઇ ઓળખ નથી તેઓ જાતિ ગણતરીની વાત કરે છે. આ નિવેદનથી અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓ ખૂબ નારાજ થઈ ગયા અને હંગામો શરૂ કર્યો. અખિલેશ યાદવે રાહુલ ગાંધી વતી ચાર્જ સંભાળી રહેલા બીજેપી સાંસદ પર પ્રહારો કર્યા હતા. સપાના વડાએ કહ્યું, "કોઈ જાતિ કેવી રીતે પૂછી શકે... આમને પૂછો તે જાતિ કેવી રીતે પૂછી શકે છે... પૂર્વ મૂખ્યમંત્રી છે, એક મોટી પાર્ટીના નેતા છે. ભાજપે અખિલેશ પર નિશાન સાધ્યું
અખિલેશ યાદવ પર પલટવાર કરતા યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યે એક્સ પર પોસ્ટ કરી, કોંગ્રેસના પ્યાદા સપા બહાદુર શ્રી અખિલેશ યાદવ જે પ્રકારે શ્રી રાહુલ ગાંધીની જાતિ પૂછવા પર ગુસ્સે થયા, તેનાથી તેઓ નેતા ઓછા, પરંતુ ગાંધી પરિવારના દરબારી જેવા લાગ્યા. 2027માં 2017 રિપીટ કરીશું અખિલેશે પત્રકારોને જાતિ પૂછી
બીજેપી સાંસદ અનુરા ઠાકુરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અખિલેશ યાદવ પત્રકારોને તેમની જાતિ વિશે પૂછતા જોવા મળે છે. અખિલેશ યાદવ કહી રહ્યા છે, "તમે તમારો કૅમેરો બીજે ક્યાંક લઈ જાઓ. તમે પછાત છો કે બીજું કોઈ? તમારું નામ શું છે? ના, મને કહો કે તેમનું નામ શું છે. અરે... થોડી શરમ રાખો. પત્રકારત્વ કરો, મિત્ર." અન્ય એક વીડિયોમાં અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી રહ્યા છે, "અરે, સાથી પત્રકાર..નામ શું છે આમનું...આખું નામ જણાવો...અરે, આ તો શુદ્ર નથી." રાહુલ ગાંધીએ કહ્યું- મને માફી જોઈતી નથી
અનુરાગ ઠાકુરની 'જાતિ' સંબંધિત ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "અનુરાગ ઠાકુરે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, મારું અપમાન કર્યું છે, પરંતુ મને તેમની માફી જોઈતી નથી. મારે તેની જરૂર નથી. તમે અપમાન કરી શકો છો. તમે ગમે તેટલું ઇચ્છો, પરંતુ તમારે એ ન ભૂલવું જોઈએ કે જેઓ ગરીબો અને વંચિતો માટે અવાજ ઉઠાવે છે તેઓને વારંવાર દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે અને જાતિ ગણતરી કરાવવા માટે પ્રતિબદ્ધ છે."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.