સાબરકાંઠા જિલ્લામાં નમકીનના સ્વાદિષ્ટો ચેતી જજો, નહિતર બની શકો છો બીમારીના શિકાર
તલોદમાં ભેરુનાથ નમકીનનું એક્સપાયર ડેટ પેકેટ મળ્યાનો વીડિયો વાઈરલ થતાં પંથકમાં ચકચાર મચ્ચી. તલોદના ઉજેડીયા ત્રણ રસ્તા ઉપરથી ગ્રાહકે ખરીદેલ નમકીન એકસપાયર ડેટ હોવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભારે ખળભળાટ મચી જવા સાથે નમકીનના સ્વાદીષ્ટોની તો નિંદ હરામ થઈ જ ગઈ છે.પરંતુ આ પેકેટ ઉપર બારીકાઈ થી તપાસ કરતા ચોકાવનારી હકીકત જાણવા મળી છે. જે પ્લાસ્ટીક બેગમાં ભરવામાં આવેલ નમકીન ઉપર ક્યાંય પણ ઉત્પાદકકર્તાએ મેન્યુફેકચરની તારીખનો ઉલ્લેખ કર્યો નથી.માત્રને માત્ર વર્ષ અને ૯૦ દિવસ સુધી તેનો વપરાશ કરી શકાય તેવો ઉલ્લેખ કર્યો છે.ત્યારે ૯૦ દિવસ ક્યાંથી ગણવા તે પણ એક સવાલ નમકીનના સ્વાદીષ્ટોમાં ઉદ્દભવ્યો છે.આ નો મતલબ એ થયો કે વર્ષના આધારે વર્ષ પર્યત આ જ રીતે આ ઉત્પાદકર્તા દ્વારા બિન આરોગ્યપ્રદ નમકીન નું વેચાણ થતું હોવાનું ફલિત થઈ રહ્યું હોઈ જે નમકીનના સ્વાદીષ્ટોના આરોગ્ય માટે ઘણી જ ગંભીર બાબત હોઈ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ઉત્પાદકકર્તા અને છૂટક વેચાણ કરતા વેપારી સામે કેવા પગલા લેવાય છે તે જોવું રહ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.