જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન યોજાયું - At This Time

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન યોજાયું


- જામ્યુકો દ્વારા આયોજિત હેરીટેજ વોકમાં બહોળી સંખ્યામાં સંસ્થાઓ-સંગઠનો-સરકારી-ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયાજામનગર,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના ૪૮૩મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું, આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી સહિતના  પદાધિકારીઓ,  અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા. આ હેરિટેજ વોક માં ૩,૦૦૦ થી વધુ જુદી-જુદી એનજીઓ સંસ્થાઓ, શાળાઓના બાળકો વગેરે જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના ૪૮૩માં સ્થાપના દિન નિમિત્તે 'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેઇટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું. આ હેરિટેજ વોકમાં જામનગરની વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો, સરકારી ખાનગી શાળાના બાળકો વગેરે જોડાયા હતા. બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોક મા જોડાયા હતા. આ હેરિટેજ વોકના કાર્યક્રમમાં અંદાજિત ૩,૦૦૦ જેટલા સંસ્થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.આ હેરિટેજ વોકનું શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીએ પ્રસ્થાન ખંભાળિયા ગેટ થી કરાવ્યું હતું. તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેક ગેટ નંબર ૮ થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજીની પ્રતિમા ખાતે જઇ લાખોટા લેક ગેટ નંબર ૬ થી માંડવી થઈ ટાવર થઇ દરબાર ગઢ સુધી પહોંચી હતી. દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ કરાઈ હતી.હેરિટેજ વોકની પુર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરના ૪૮૩ માં સ્થાપના દિન નિમિત્તે મહાનગરપાલિકાના પદાધિકારીઓ- અધિકારીઓ દ્વારા ખાંભી નું પૂજન કરવામાં આવ્યું હતું. આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલી જામનગરના માજી રાજવી દ્વારા સ્થાપિત થયેલી ખાંભીનું  પૂજન કર્યું હતું .આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી ,નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આશી કમિશનર બી.જે.પંડ્યા, સિવિલ શાખાના સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા મહામંત્રી રેખાબેન વેગડ, શહેર ઉપાધ્યક્ષ ધરતીબેન ઉમરાણીયા, જિલ્લા યોગકોચ પ્રીતિબેન શુક્લા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, તમામ વોર્ડના કોર્પોરેટરો, યૂ.સી.ડી. વિભાગના મેનેજરો, સમાજ સંગઠકકો, આરકિયોલોજી વિભાગના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયા હેરિટેજ વોક અને  ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.