જસદણના પટેલ અગ્રણીઓએ ઉધોગપતિ રૂડા ભગતની આગેવાનીમાં રાજકોટ ખાતે સાંસદ પુરષોતમ રૂપાલા સાંસદ રામ મોકરીયા ની શુભેચ્છા મુલાકાત લીધી
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના અગ્રણી ડાયમંડ ઉધોગપતિ રૂડાભાઈ ભવાનભાઈ ભાયાણી ની આગેવાનીમાં જસદણ શહેર પંથકના પટેલ સમાજ ના અગ્રણી આગેવાનોએ રાજકોટ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભાના સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સાથે રાજકોટ ખાતે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી જસદણના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણ પ્રેમી દાતા રૂડાભાઈ ભગતની આગેવાનીમાં પાટીદાર સમાજના અગ્રણી ચંદુભાઈ કચ્છી વિનુભાઇ ધડૂક મનસુખભાઈ ડામસિયા ઘનશ્યામભાઈ સતાણી વલ્લભભાઈ ખાખરીયા ગજેન્દ્રભાઈ રામાણી સહિત જસદણ શહેર તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો ઍ સાંસદ રૂપાલા સાંસદ મોકરીયા સાથે રૂબરૂ મુલાકાત લઈ અને શુભેચ્છા પાઠવેલ હતી આત કે રૂપાલા ઍ પણ બહુ જ ઉમળકાભેર પાટીદાર સમાજના આગેવાનોને આવકાર આપી અને આવનાર સમયમાં જસદણ તાલુકામાં સાથે રહીને વિકાસના કાર્યો કરવા માટે સાથે મળી અને શહેરો પુરુષાર્થ કરીશું તેવી ખાતરી આપેલ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.