પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ:બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત; ટેકઑફ પછી તરત જ અકસ્માત થયો
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પાઇલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઘટના સવારે 6:30 થી 7 વચ્ચે બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફના લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર 1.5 કિમીના અંતરે ક્રેશ થયું હતું. આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી. પિંપરી ચિંચવડ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતની તસવીરો... 40 દિવસમાં આવી બીજી ઘટના બની
પુણેમાં 40 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલાં 24 ઑગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાઇલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાઇલટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
